છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લો એટલે ખનીજ સંપત્તિ ધરાવતો જિલ્લો જેમાં ખનીજ સંપત્તિને લઈ અનેક વાર વિવાદોમાં પણ થયા છે.
છોટાઉદેપુર જિલ્લા કલેકટરના સૂચન અનુસાર તથા ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ખનનની ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓની ઉપર રોક લગાવવા છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની ટીમને અનેક સૂચનો આપવામાં આવેલ છે જેના અનુસંધાને ૧૨.૦૮.૨૦૨૫ ના રોજ એક સાથે ૭૨ જેટલા ATR લોક કરવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ તથા NGT ની ગાઈડ લાઈન અનુસાર લીઝ ધારકોને જે EC ડિસ્ટ્રિક્ટકક્ષા એથી લેવામાં આવ્યા હતા તેમને રાજ્યકક્ષા એથી લેવા માટેની બે વર્ષ અગાઉ જાણ કરવામાં આવી હતી. કેટલાક લિઝ ધારકો રાજ્યકક્ષા એથી EC પ્રાપ્ત કરીને રજૂ કરી દીધા હતા તો કેટલાક લીઝ ધારકોએ પ્રયત્ન કર્યા છતાં કોઈ કારણોસર મળ્યા ન હતાં અને કેટલાકે તો એ બાબતે એપ્લાય પણ કર્યું નથી. આવા તમામ કે જેઓને રાજ્ય કક્ષા એથી EC મળેલ નથી એવા ડોલોમાઈટના ૨૬, રેતીના ૪૨, ગ્રેનાઇટ ના ૦૪ આમ કુલ ૭૨ ATR અચાનક લોક થવાથી ખનીજ માફિયાઓમાં હળકંપ મચી જવા પામ્યો છે. આ બાબતે કલેકટર શ્રી તરફથી તમામ લીઝ હોલ્ડરને જાણ કરવામાં આવેલ છે કે EC સર્ટીફીકેટ રજૂ કર્યા બાદ જ ફરી ATR ચાલુ કરી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડોલોમાઈટ ના કેટલાક વિસ્તારો તથા રેતીની લીઝોના અમુક વિસ્તારમાં EC સર્ટિફિકેટ કોઈ કારણોસર રીન્યુ થાય એવી શક્યતાઓ ઘણી ઓછી જણાતી હોય સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોમાં EC મેળવવાં નાસભાગ થઇ ગઈ છે.
હાલ જ છોટાઉદેપુર જિલ્લામાં વધુ પડતા રેતી ખનનથી જિલ્લાના તમામ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે તંત્ર દ્વારા ઘણા બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. બોડેલીથી છોટાઉદેપુર થઇ મધ્યપ્રદેશ ને જોડતો ભારજ નદીનો પુલ તૂટી જવાથી સરકારી તિજોરીના ૪ કરોડ જેવી અધધ રકમ ખર્ચ કરીને ડાઇવર્જન બનાવવામાં આવ્યું એ પણ ચોમાસાના પ્રથમ વરસાદે જ તૂટી જતાં હાલ બોડેલી થી છોટાઉદેપુર જવા 30 કિલોમીટર નો ફેરાવો થતો હોય જિલ્લાની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી હાલાકીનું મુખ્ય કારણ ફક્ત અને ફક્ત રેતી ખનન જ છે એવુ લોકો દ્વારા જણાવવામાં આવે છે અને જો આવા સંજોગોને ધ્યાને રાખી તંત્ર તરફથી બ્રિજોની આસપાસની લીઝોના રાજ્યકક્ષાના EC સર્ટીફીકેટ ના મળે તો સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જાય એમ છે.
આવા જ વધુ એક બ્રિજની વાત કરીએ તો મેરિયા બ્રિજ એ પણ નેશનલ હાઈવે 56 પર આવેલ છે જે ગુજરાતને મધ્યપ્રદેશથી જોડતો જીવાદોરી સમાન બ્રિજ છે, બ્રિજની આસપાસ વધુ પડતા રેતી ખનન ના કારણે આ બ્રિજની હાલત પણ ICU ના દર્દી જેવી હોય કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા આ બ્રિજનું કોઈ સમારકામ પણ કરવામાં આવતું નથી સાથે સાથે બ્રિજની આસપાસની લીઝો તંત્ર દ્વારા હજુ સુધી બંધ કરવામાં આવી નથી તો શું કોઈ મોટી દુર્ઘટના બાદ તંત્ર કુંભકર્ણની ઊંઘમાંથી જાગશે એવો પ્રશ્ન લોક મુખે ચર્ચાય રહ્યો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર





