અંકલેશ્વર,
• મૃતક યુવાન ઝઘડિયાના ગોવાલી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી મારવીન પટેલ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મારવીન પટેલ ગતરોજ બપોરના સમયે નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો, ત્યારબાદ તે પાણીમાં લાપતા બન્યો હતો.સ્થાનિક તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવોમાં બે લોકોના મોત થયા છે, જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારે સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (મવલિક, મુદ્રક, પ્રકાશક)

બાઈટ
ધર્મેશ સોલંકી-સામાજિક આગેવાન