અંકલેશ્વરના હાંસોટ પાંથાકના વીજ લાઈન તથા ખેડૂતના પડતાળ પ્રશ્નો ને લઇ મહાઆંદોલન માં જોડાવા ખેડૂતો ટ્રેક્ટર લઇ ગાંધીનગર રવાના

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

હાંસોટ, અંકલેશ્વર

ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકના ગામોમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન યોજાશે જેમાં ભાગ લેવા ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા હતા

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા. ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇનના કારણે તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર પણ મળતું નથી જેના વિરોધમાં તેઓ રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી રહ્યા છે. હાંસોટ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂત રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!