બોડેલી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં અડધી રાત્રે તસ્કરોએ સંજય પરમારના ઘરને નિશાન બનાવી ઘરની દીવાલ તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાંથી લાખો રૂપિયાના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતાં સંજયભાઈ પરમાર પર આભ તૂટી પડ્યો હતો.
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર બોડેલીથી નસવાડી રોડ ઉપર આવેલા પાણેજ ગામમાં રાત્રે બાર વાગ્યાના અરસામાં ખેત મજૂરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા સંજય પરમારના ઘરને ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી ઘરેણાં તથા રોકડ રકમ મુકેલી આંખે આખી કોઠી ઝાડી ઝાંખરામાં લઈ જઈ તાળું તોડી નાખી ઘરેણાં તથા રોકડ રકમ લઇ તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારે સંજય પરમારને પોતાના ઘરની દીવાલ તૂટી હોવાનું નજરમાં આવતાં પોતાના ઘરે કંઈક અઘટિત ઘટના બની હોય એવુ લાગ્યું હતું. તેઓએ ઘરની બાજુમાં આવેલ ઝાડીમાં ઘરનો સમાન વેર વિખેર હાલતમાં જોઈ તેઓને પોતાના ઘરે ચોરી થયાનો અંદેશો લાગ્યો હતો. સંજયભાઈએ સમગ્ર ઘટના પાણેજ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ ભાઈ વરિયાને જાણ કરી હતી. સરપંચે બોડેલી પોલીસ મથકે ટેલીફોનિક જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પીડિત પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ વહેલી તકે તસ્કરોને ઝડપી કડક કાર્યવાહી કરે તો બીજા કોઈ ગરીબ પરિવાર તસ્કરોનો શિકાર ના બને. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે તસ્કરો સુધી પહોંચી કાયદાનો પાઠ ભણાવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર





