ભરૂચમાં કહેવાતા વિધર્મી વૃદ્ધ સસરાએ હિન્દુ વિધવા પુત્રવધુને દુકાનમાં ઘુસીને માર મારતા સીસીટીવી આવ્યા સામે

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

–     વિધર્મી વૃદ્ધ પોલીસનો બાતમીદાર અને પંચ હોવાના કારણે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના કરાયા હતા આક્ષેપ.

–     સીસીટીવી ફૂટેજ સામે આવતા વિધવાની ફરિયાદ સાથે વિધર્મીના બચાવ પક્ષે વિધવા નીસાસુએ પણ નોંધાવી ફરિયાદ

–     વિધવા પુત્રવધુ પાસે વિધર્મી કહેવાતો સસરો અભદ્ર માંગણી સાથે અડપલા કરતો હોવાના આક્ષેપ સાથે નોંધાય ફરિયાદ

–     ભરૂચના સ્ટેશન રોડ ઉપર મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં ઘૂસીને વીધર્મી કહેવાતા સસરાએ હિન્દુ વિધવાને માર મારતા સીસીટીવી કેમેરામાં કેદ

ભરૂચના સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારમાં સાસુએ જ વિધર્મી વૃદ્ધ સાથે પતિ બનાવીને રહેતા આખરે વિધર્મી વૃદ્ધ કહેવાતા સસરાની દાનત હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા સમગ્ર મામલો સતત ચર્ચામાં રહ્યા બાદ વારંવાર વિધવા ની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે આખરે વિધર્મી વૃદ્ધ કહેવાતા સસરાએ વિધવાને તે જ્યાં નોકરી કરતી હતી તે જનરલ સ્ટોરમાં પહોંચી તેને માર મારતા આખરે સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદ કરતા સામે પક્ષે પણ સાસુએ પોતાની પુત્ર વધુ અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે

પ્રથમ ફરિયાદમાં ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા માતા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા વિધર્મી યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમ થતા બંને પતિ-પત્નીની જેમ રહે છે. વીધર્મી યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા વારંવાર અડપલા કરી સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપતો અને માર મારતો હતો. આટલેથી સંતુષ્ટિ ના મળતા પુત્ર વધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી ત્યાં પહોંચીને વીધર્મી યાકુબ પટેલે તેણીને માર માર્યો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આખરે પોલીસે વિધર્મી યાકુબ યુસુફ પટેલ ઉંમર 64 તથા તેણે જેને પોતાની પત્ની તરીકે રાખી છે તેવી દક્ષા બેન સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

જોકે વિધર્મી યાકુબ યુસુફ પટેલ તરફે તેની કહેવાથી હિન્દુ પત્ની દક્ષાએ પણ પોતાની વિધવા પુત્રવધુ તથા તેના જ પુત્ર સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર માર્યો હોવાના આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ફરિયાદ લીધી છે અને બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે

વિધવાએ નોંધાવેલી ફરિયાદમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે પોલીસે મારી (વિધવા) અને તેના દિયર સામે જે ફરિયાદ નોંધી છે તે ખોટી રીતે દાખલ કરી છે કારણ કે યાકુબ યુસુફ પટેલ પોલીસનો બાતમીદાર છે અને અવારનવાર પોલીસની કામગીરીમાં પંચમાં પણ રહેતો હોય છે. યાકુબ પોલીસમાં ઓળખાણ ધરાવતો હોવાના કારણે મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારાં પાસે જ્યારે મારી ઉપર હુમલો કર્યો તેના સીસીટીવી પુરાવા રૂપે રજૂ કર્યા છે. મારા પાસે યાકુબ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે મારી ફરિયાદ લેવી પડે તેવી જ સ્થિતિ હોવાના કારણે ફરિયાદ લીધી છે પરંતુ સામે પક્ષે મારા વિરુદ્ધ તદ્દન ખોટી રીતે સામે ફરિયાદ દાખલ કરી હોવાનું તેણીએ મીડિયા સમક્ષ કહ્યું છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!