હર ઘર તિરંગા, ઘર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાવીજેતપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રાની ઉજવણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

છોટાઉદેપુર,

હર ઘર તિરંગા, ઘર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ, તાલુકા પ્રમુખશ્રી કિરણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા મહામંત્રી અને વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા ઉપપ્રમુખશ્રી સંદીપભાઈ શર્મા, મહામંત્રી પ્રવીણભાઈ રાઠવાજી બરોડા ડેરીના ડિરેક્ટરશ્રી રણજીતસિંહ રાઠવા, સનરાઈઝ, સ્કૂલના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ શાહ, APMCના ઉપપ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, ડૉક્ટર સેલના સંયોજકશ્રી ડો. સ્નેહલભાઈ રાઠવાજી, યુવા મોરચાના પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ રાઠવા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ સનરાઇઝ શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના નારા લગાવવામાં આવતાં આખું વાતાવરણ દેશભક્તિમાં લીન થયું હતું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવાએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રાજેશભાઈ ત્રિવેદી – બોડેલી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!