અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડમ્પર સાથે મોપેડ અથડાતા ભયંકર અકસ્માત – એકનો કરુણ મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર: અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારી (રહે. સુરત)નું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તેનો સાથી ફારુક કાળુભાઈ મેહેતરને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સૂત્રો મુજબ, બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!