રાજપીપળા,
– મે ૨૦૨૬ની ચેકિંગ ડ્રાઈવમાં વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ ૯૫૨ કેસ સામે ૨૭ લાખનો દંડ વસૂલાયો
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાના હેતુથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ની કચેરી, નર્મદા (રાજપીપળા) દ્વારા મે-૨૦૨૬ માસ દરમિયાન સઘન વાહન ચેકિંગ ડ્રાઈવનું યોજવામાં આવી હતી. ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર રીતે અને ટ્રાફિક નિયમોના ભંગ સાથે વાહન ચલાવતા લોકો સામે ગુનો નોંધીને કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચેકિંગ ડ્રાઈવ દરમ્યાન વિવિધ મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ ૯૫૨ કેસો નોંધવામાં આવ્યા છે, જેની સામે કુલ રૂ.૨૭,૦૦,૪૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના જણાવ્યા અનુસાર ઓવરલોડના ૫૪, ઓવર ડાયમેન્શન કાર્ગો ના ૪૩, હેલ્મેટ વગરના ૧૮, પાર્કિંગના નિયમોનો ભંગ માટે ૪૫, ખતરનાક ડ્રાઈવિંગ ના ૨૩, PUC વગરના ૧૬૧, વીમો વગરના ૯૦, બ્લેક ફિલ્મ લગાવેલ ૧, ફિટનેશ વગરના ૬૨, એક્સેસ પેસેન્જર સામે ૭, નંબરપ્લેટ વિના વાહન ચલાવનાર સામે ૭૭, પરમીટ વિનાન વાહનો માટે ૪૭ અને રોડ સેફટી સંબંધિત સામે ૩૨૪ સહિત કુલ-૯૫૨ કેસો સામે કુલ રૂ.૨૭,૦૦,૪૦૦ ની રકમ વસૂલવામાં આવી છે.
નોંધાયેલ કેસો પૈકી સૌથી વધુ કેસો રોડ સેફ્ટી સંબંધિત ૩૨૪ કેસો અને PUC વગરના વાહનોના ૧૬૧ કેસો નોંધાયા છે. જ્યારે સૌથી વધુ દંડ પરમીટ વિના વાહન ચલાવવા બદલ રૂ.૯,૦૦,૦૦૦ અને ઓવરલોડ વાહનો રૂ.૫,૭૯,૦૦૦ પાસેથી ફટકારવામાં આવ્યો છે.
માર્ગ અકસ્માતો નિવારવા અને પોતાની તેમજ અન્યની સુરક્ષા માટે ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, વાહન ચલાવતી વખતે હેલ્મેટ/સીટબેલ્ટનો ઉપયોગ કરવા, વાહનના જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને ઓવરલોડિંગ કે ખતરનાક ડ્રાઈવિંગ ટાળવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, નર્મદા દ્વારા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
