ભરૂચ,
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો.મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી લીલીઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત “12 વર્ષ વિશ્વાસના, વિકાસ અને જનકલ્યાણના” થીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જન સેવા કેન્દ્ર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન આ યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓને માહિતી આપવામાં આવશે.પ્રગતિપથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, કલેક્ટર નવનાથ ગવ્હાણે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહાનુભાવોએ સરકારના વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિપથ યાત્રાને મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી હતી. યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
