ભરૂચ,
• માતા પુત્રી અને વેવાઈના લોહીલુહાણ હાલતમાં મળવાનો બનાવ ડબલ મર્ડર વીથ સુસાઈડ એટેમ્પ ની ઘટના હોવાનું સામે આવ્યું
• કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનોરવાળાએ તેમની પુત્રવધુ એલિફિયાની હત્યા કરી તીક્ષ્ણ હથિયાર સાથે વ્હોરવાડમાં એલિફિયાના માતાપિતાના ઘરે પહોચ્યા હતા
• વ્હોરાવાડમાં એલિફિયાની માતા શહેનાઝ નમકવાળા ઘરે એકલી હતી જ્યારે તેમના પતિ અબ્દુલહુસેન ચાર રસ્તા સ્થિત તેમની દુકાને હતા
• જૈનુલ ઝનોરવાળાએ અહીં શહેનાઝની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો : જૈનુલ હાલ સારવાર હેઠળ
• એલિફિયા જાણીતા તબીબ ડો યુસુફ ઝ્નોરવાળાની પત્ની છે
• એલિફિયાની તેના સાસરિયાઓ જોડે તકરાર ચાલતી હતી જે હત્યાનું કારણ બન્યું હોવાનો અંદાજ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.ચોંકાવનારા બનાવમાં આરોપીએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. એક જ પરિવાર સાથે સંકળાયેલા ત્રણ લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા ઝનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એલિફિયાના માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો.તે સમયે એલિફિયાની માતા શહેનાઝ નમકવાળા ઘરે એકલી હાજર હતી, જ્યારે તેમના પતિ અબ્દુલહુસેન નમકવાળા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા. આરોપીએ શહેનાઝ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.બે હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ ઝનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.મૃતક એલિફિયા જાણીતા તબીબ ડો. યુસુફ ઝનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
