ભરૂચમાં ઇનર વ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત દ્વારા ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે ‘પ્રોટીન કીટ વિતરણ’ કાર્યક્રમ યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

• સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક’ ના ઉદ્દેશ્ય સાથે ન્યુટ્રિશન કીટ ડિસ્ટ્રિબ્યુશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના MIPRIC હોલ ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇનર વ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લાએ આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ઓછું વજન ધરાવતી, એટલે કે ૪૨ કિલો કરતાં ઓછું વજન ધરાવતી આશરે ૧૬૫૮ જેટલી સગર્ભા માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની ૩૮૮ માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી ૧૫૦ માતાઓને અત્યારે આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આ માતાઓને પ્રોટીન પાવડરના ૨૫૦ ગ્રામના એવા ૩ પ્રોટીન કીટ આપવામાં આવી રહ્યા છે. આ કીટ સગર્ભા બહેનોને તેમની ૯ મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ પૂરું પાડશે. ‘સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક’ ના ઉદ્દેશ્ય સાથે જ આ ન્યુટ્રિશન કીટ ડિસ્ટ્રિબ્યુશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમને વધુ રસપ્રદ અને માહિતીસભર બનાવવા માટે ‘જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ’ ની બહેનો દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા સગર્ભા અવસ્થા દરમિયાન પોષણયુક્ત આહારનું મહત્વ અને માતા તેમજ બાળકના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી, તે અંગે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓએ હાજરી આપીને માતાઓને પ્રોત્સાહિત કરી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રી દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનીલ સિંગ , ઇનર વ્હીલ ક્લબ ભરૂચના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી ભરૂચના હોદ્દેદારો અને સભ્યો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!