અંકલેશ્વર,
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે ચઢ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાય હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
