રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કર બહેનોનું હલ્લાબોલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

• ત્રણ મહિનાથી પગાર ઇન્સેટિવ ન મળતા સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું : જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર અપાયુ

રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સૂત્રોચાર કરી પોતાના (ઈન્સેન્ટિવ )પગાર વધારાની માગણી કરી હતી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આશા બહેનોના જણાવ્યાં અનુસાર છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી ઈનસેટિવ પગાર ન થતો હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ.માત્ર 2000 નું ઈન્ટેન્સિવ મળે છે. આ મોંઘવારીના જમાનામાં એ 2000 માં તો તેલનો ડબ્બો પણ આવતો નથી.ત્યારે એમણે ઈન્સેન્ટિવ વધારાની પણ માંગણી કરી હતી. આશા વર્કર બહેનોએ ચીમકી આપી હતી કે જો આ મહેનતાણું નહીં મળે તો હવે પછી અમે કોઈ કામગીરી કરીશું નહીં.

નર્મદા જિલ્લાની 700 થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્ય લક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને ત્રણ ત્રણ મહિનાથીમહેનતાણું ન મળે એ ગંભીર બાબત કહેવાય.જોકે આ અંગે આરોગ્ય અધિકારીએ ત્રણ મહિનાથી ઇન્ટેન્સિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું તેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે તેમાં થોડી વાર લાગશે હવે પછી રેગ્યુલર થઈ જશે. જોકે આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી અમે કોઈ કામગીરી કરીશું નહીં અને જરૂર પડેઉગ્ર આંદોલન કરીશું.

વધુમાં આશા બહેનોએ આવેદનપત્રમાં અન્ય માગણીઓ અંગે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આશા ફેસીલી લેટર નો ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. અમારે દર શનિવારે મિટિંગમાં ફરજિયાત હાજરી આપવાની હોય છે. સતત ત્રણ મહિનાથી પગાર થતો ન હોવાથી કામગીરીમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે.તેમણે એવી પણ ચિંતા આપી હતી કે હવેથી ઓનલાઇન ટ્રેકોમાં કામગીરી નહીં કરીએ.અમને મોબાઈલ નથી આપ્યા એટલે ઓફલાઈન કામગીરી કરીશું. વધુમાં પગાર સાથે અમારા પ્રોત્સાહન રકમ ના પૈસા તેમજ 50% નો વધારો પણ અમને સમયસર મળવો જોઈએ. એ ઉપરાંત અતિ જોખમી સગર્ભાનું ડીલેવરી નું ઈનસેટિવ પણ આજદી સુધી અમને મળેલ નથી.એ ઉપરાંત ચૂંટણીની મહત્વની કામગીરીમાં આશા બહેનો સવારે 7 થી સાંજના સાત વાગ્યા સુધી ડ્યુટી આપવામાં આવે છે. એનું પણ આજ દિન સુધી ઇન્સેન્ટીવ મળેલ નથી. જો તમે અમારી પાસે તમામ આરોગ્ય લક્ષી કામગીરી કરાવવા માંગતા હોય તો સમયસર પગાર મહેનતાણું મળવું જોઈએ.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!