ભરૂચ,
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓની રજાની મજા પુરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ૨૫૦થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો ઉપર સ્કૂલ વર્ધિના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન વંતો જોવા મળ્યો હતો. નાના ભુલાકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો. તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી ત્યારે ભરૂચ- અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને હોલાહલથી ક્લાસરૂમોમાં ગુંજી ઉઠ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
