આમોદ, ભરૂચ
આમોદ નગર તથા તાલુકામાં વીજ ચોરી કરતા તત્વો સામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેથી વીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ આમોદ નગર સહિત તાલુકાના ૧૬ જેટલા ગામોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં વીજ કંપનીએ કુલ ૩૮ વીજ ચોરીના કેસો ઝડપી વીજ ચોરોને રૂ.૩૬ લાખનો દંડ ફટકાર્યો હતો.
આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઈજનેર વી.ટી.પટેલે જણાવ્યું હતું કે આમોદ નગર સહિત તાલુકાના ગામડામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા ૩૮ જેટલા વીજ ચોરીના કેસો ઝડપી પાડવામાં આવ્યા છે અને ૩૬ લાખનો વીજ દંડ ફટકાર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આમોદ સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તેમજ વીજ ગ્રાહકોને સરકારની સોલાર ઊર્જા યોજનાનો લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સોલાર સિસ્ટમ સ્થાપન માટે સબસિડી આપવામાં આવે છે.ઉપરાંત વિવિધ બેંકો દ્વારા પણ સોલાર પ્રોજેક્ટ માટે નજીવા વ્યાજદરે લોનની સુવિધા આપવામાં આવે છે.જેનાથી ગ્રાહકો પોતે વીજળી ઉત્પન્ન કરી શકે છે. વહેલી સવારથી જ વીજ કંપનીના દરોડા પડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
