પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની હદ વિસ્તારમાં આવેલાં તમામ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા દરમ્યાન સવારના ૦૮: ૦૦ કલાકથી સાંજનાં ૧૮:૦૦ કલાક સુધી બંધ રાખવા જાહેરનામું 

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ: ૦૭/૦૬/૨૦૨૬ રવિવારનાં રોજ સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા Common General Studies Paper For Different Advertisement) માટેની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા અત્રેનાં ભરૂચ જિલ્લાના કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રની નજીક આવેલાં ઝેરોક્ષ સેન્ટરોનાં કારણે વિદ્યાર્થીઓ કાપલીઓ તેમજ ઝેરોક્ષ નકલોનો ઉપયોગ કરે, કરાવે અને તેના પરિણામે પરીક્ષામાં ગેરરીતિઓ થવાનો સંભવ રહે છે. જેથી પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની હદ વિસ્તારમાં આવેલાં તમામ ઝેરોક્ષ સેન્ટરો ઉપરોક્ત જણાવેલ પરીક્ષાની તારીખ દરમ્યાન સવારનો ૦૮:૦૦ કલાકથી સાંજનાં ૧૮:૦૦ કલાક સુધી બંધ રાખવા જિલ્લા કૉ-ઓર્ડિનેટર અને કલેક્ટરશ્રી, ભરૂચે આમુખ-૧ થી જણાવેલ છે. આમુખ-૧ ના પત્ર સંદર્ભે પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરનાં હદ વિસ્તારમાં આવેલાં તમામ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાતું હોય નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ અધિકારની રૂએ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ: ૦૭/૦૬/૨૦૬ રવિવારનાં રોજ સામાન્ય અભ્યાસની સંયુક્ત Common General Studies Paper For Different Advertisement માટેની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા યોજાનાર છે.પરીક્ષા અત્રેના ભરૂચ જિલ્લામાં આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબનાં કેન્દ્રો ખાતે યોજાનાર હોય તા.૦૭/૦૬/૨૦૬ નાં રોજ સવારનાં ૦૮:૦૦ કલાકથી સાંજનાં ૧૮:૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લાનાં પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરનાં હદ વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશ ફરમાવુ છું.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!