પરીક્ષા કેન્દ્રની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ: ૦૭મી જૂન રવિવારના રોજ ગુજરાત વહીવટી સેવા સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા Common General Studies Paper For Different Advertisement માટેની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા ભરૂચ જિલ્લાના કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુક્શાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે ફુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉપરોક્ત જણાવેલ પરીક્ષાની તારીખ દરમ્યાન પરીક્ષા કેન્દ્રની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવા અંગે જિલ્લા કૉ-ઓર્ડિનેટર અને કલેક્ટરશ્રી, ભરૂચે આમુખ થી જણાવેલ છે.

પત્ર સંદર્ભે પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરના હદ વિસ્તારમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાતું હોય નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ અધિકારની રૂએ હુકમ કરી ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ:૦૭/૦૬/૨૦૬ રવિવારનાં રોજ સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા Common General Studies Paper For Different Advertisement માટેની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા યોજાનાર છે.

પરીક્ષા અત્રેના ભરૂચ જિલ્લામાં કેન્દ્રો ખાતે યોજાનાર હોય તા. ૦૭/06/2૦૨૬ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરના હદ વિસ્તારમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત કરેલ અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.

વધુમાં આ હુકમ નીચેનાઓને લાગુ પડશે નહિં.

(૧) પરીક્ષાની કામગીરી સાથે કોઇપણ રીતે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારીશ્રી/ કર્મચારીશ્રી

(૨) પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓને

(3) ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્યક્તિઓને.

(૪) આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તમામ ટુકડીઓને

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ કરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!