ભરૂચ,
– જિલ્લા કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે અને જીપીસીબીના કે.એન.વાઘમશીએ વૃક્ષારોપણ ઝુંબેશમાં સહભાગી થયા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પરિસરમાં અને સુવા સરકારી હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ અને લોકજાગૃતિના અનોખા કાર્યક્રમો યોજાયા હતા.
અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પરિસરમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.નવનાથ ગવ્હાણે (IAS) અને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટના COO કેપ્ટન ધરમ પ્રકાશ અને પોર્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ અંતર્ગત પોર્ટના મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરી ગ્રીન બેલ્ટ વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. કલેક્ટરે પર્યાવરણ સંરક્ષણ માટે અદાણી ગ્રુપની આ સામૂહિક પહેલને બિરદાવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન પોર્ટની સીમા બહાર આવેલ મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ રોડ ઉપર ગ્રીન બેલ્ટ વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
સુવા હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ અને ‘મિયાવાકી વન’ પ્રોજેક્ટ બીજા કાર્યક્રમમાં સુવા સરકારી હાઈસ્કૂલ ખાતે જાગૃતિ સત્ર અને વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું.જેમાં GPCB ના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી, COO કેપ્ટન ધરમ પ્રકાશ, અદાણી સિમેન્ટના સિક્યુરિટી હેડ કુણાલ પવાર, એડમિન હેડ ધર્મેન્દ્ર ઓઝા, GPCB અધિકારીઓ શ્રીમતી આર.એન. કિરી અને કે.જે.મિસ્ત્રી, સરપંચ મંજુલાબેન રાઠોડ, પ્રિન્સિપાલ અલકા ભટ્ટ, યુનિટ CSR હેડ યોગેશ મેઘપરા તથા અદાણી પાવરના સિક્યુરિટી મેનેજર દુર્ગસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા.
અહીં શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે છોડ રોપાયા હતા અને ભવિષ્યમાં ૩,૦૦૦ થી વધુ વૃક્ષો સાથે ‘મિયાવાકી વન’ બનાવવાની યોજના રજૂ થઈ હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓને ઘર માટે ૧૫૦ થી વધુ છોડ વિતરિત કરી સૌએ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
