કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ પીવો : સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

નર્મદા જિલ્લાના ઢોલાર ગામમાં આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યા છે.તેમણે આદિવાસી વિસ્તારોમાં દારૂની સમસ્યા અને વિકાસના મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી અને કેમિકલ દારૂ સામે મહુડાના દારૂની સલાહ આપી હતી.

સાંસદે બુટલેગરો પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ કેમિકલયુક્ત ઝેરી દારૂ વેચીને યુવાનોને નુકસાન પહોંચાડે છે.આ દરમ્યાન તેમણે વિવાદિત રીતે સલાહ આપી કે “આવા કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં લોકો ઘરે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પી શકે.” આ નિવેદન બાદ ભારે ચર્ચા શરૂ થઈ છે.

નબળા બાંધકામ અને NREGA પર પણ સાંસદે ટિપ્પણી કરી હતી.બેઠકમાં ઢોલાર ગામના ગ્રામ પંચાયત ભવનમાં પડેલી તિરાડો મુદ્દે પણ ચર્ચા થઈ. સાંસદે નબળા બાંધકામનો દોષ NREGA યોજના પર ઢોળ્યો હતો અને ગ્રામજનોને નવું અને સારું ભવન બનાવવાની ખાતરી આપી આપી હતી.એ ઉપરાંત યુવાનોને શિક્ષણ માટે અપીલ પણ કરી હતી.

મનસુખ વસાવાએ આદિવાસી યુવાનોને દારૂની આદત છોડીને શિક્ષણ તરફ વળવા અપીલ કરી. તેમણે કહ્યું કે સારું ભણતર મેળવીને યુવાનો પોતાનું ભવિષ્ય બનાવી શકે છે અને નોકરીઓની તકો માટે તેઓ મદદ કરશે.સાંસદે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા વિપક્ષી નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓને રાજકારણની મૂળભૂત સમજ પણ નથી અને તેઓ માત્ર ભ્રમ ફેલાવે છે. તેમના આ નિવેદન બાદ નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!