સીઆઈડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

– જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા

– સરકારને ૧.૨૯ કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમા સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન પહોંચાડવાના

– આરોપમાં તત્કાલીન મામલતદાર રિમાન્ડ પર

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજપીપળાના નાંદોદ તાલુકાના બખરગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ અંગેની ફરિયાદની તપાસ હાથ ધરવામા આવતા ગંભીર બેદરકારી બહાર આવી હતી. જેમાં એવા આક્ષેપ હતા કે, બખરગામના સર્વે નં. ૩૩, ૩૫, ૪૧ અને ૪૨ સંબંધિત હક્કપત્રક નોંધ નં. ૫૦૪ ૧૫-૦૬-૧૯૯૯થી રદ થયેલી હોવાછતા જન્મજાત ખેડૂત હોવાના બાબતે પૂરતી ચકાસણી કર્યા વિના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને નોંધ નં. ૬૭૦ તા. ૧૦-૧૨-૨૦૦૮ના રોજ ગે૨૨ીતિપૂર્વક પ્રમાણિત કરવામાં આવી હતી.

આ કેસમાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા દ્વારા પોતાનાહોદ્દાનો દુરૂપયોગ કરી અંગત હિત માટેનોંધ પ્રમાણિત કરી હોવાની દિશામાં પણપોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તત્કાલીન મામલતદારના આવાકૃત્યથી રાજ્ય સરકારને રૂ.૧,૨૯,૩૯,૧૫૦નું આર્થિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વડોદરા સી.આઈ.ડી ઝોનમાં ગુનો દાખલ થતા તત્કાલીન મામલતદારની રાત્રે સવા અગિયાર વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર સીઆઈડી દ્વારા આ કેસમાં અન્ય કોઈ સરકારી અધિકારી અથવા ખાનગી વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સાડા ત્રણ વર્ષ પહેલા કચ્છમાંથી નિવૃત્ત કરી દેવાયા હતા આર.બી. પખાવાલાની નાંદોદ ખાતેથી બદલી થયા પછી છેલ્લેતેઓએ કચ્છ ખાતે ગુડખર અભ્યારણ્યમાં ફરજ બજાવી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેઓને સામે ત્યાં ચાર્જશીટ દાખલ થઈ હતી. સાડા ત્રણ વર્ષ પહેલા તેઓને નિવૃત્ત કરી દેવાયા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!