ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં હંગામા બાદ અજાણ્યા ઈસમનો સભ્ય પર હુમલાના સીસીટીવી વાયરલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમ્યાન ભારે હંગામો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.જેમાં અજાણ્યા ઈસમ દ્વારા સભ્ય ઉપર હુમલો કરતા ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાની ઝાડેશ્વર પંચાયતની માસિક બેઠક મળી હતી. આ દરમ્યાન કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં અરજી કરી હતી.આ મુદ્દે બેઠક દરમ્યાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.આ દરમ્યાન ગ્રામ પંચાયત સભ્ય પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના સીસીટીવી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

બેઠકમાં ગામમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી મીઠા પાણીની સમસ્યા તેમજ પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા.હુમલાનો હેતુ સક્રિય સભ્યોનો અવાજ દબાવવાનો હતો તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને લોકશાહી મૂલ્યો, પંચાયતની કાર્યપદ્ધતિ અને સભ્યોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.જોકે હુમલો કરનાર અજાણ્યો ઈસમ કોણ હતો અને શા માટે હુમલો કરવામાં આવ્યો હતો.જેવા સવાલો વચ્ચે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!