નેત્રંગ, ભરૂચ
• પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો રૂપિયા ૩.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઇને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા
નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે એક ખેતરમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક ઇસમને ઝડપી લઇને આ ગુના હેઠળ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ પોલીસની ટીમ દારૂ જુગારના કેસ શોધી કાઢવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ખરેઠા ગામે નિશાળ ફળિયામાં રહેતા મહેશભાઇ ઉર્ફે ભુયો કુવરજીભાઇ વસાવાએ પોતાના ખેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા સ્થળ ઉપર સદર ઇસમ મહેશભાઇ ઉર્ફે ભુયો કુવરજીભાઇ વસાવા હાજર હતો,પોલીસે તેના ખેતરમાં તથા આજુબાજુના કોતરમાં તપાસ કરતાં ખેતરની વચ્ચે ડાંગરના પરાડના ઢગલા નીચે પ્લાસ્ટીકના ઝભલાઓમાં રાખેલ અલગઅલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો નંગ-૨૪૦૬ તથા બિયર ટીન નંગ-૦૬ મળી આવેલ,પોલીસે દારૂનો રૂપિયા ૩,૭૯,૫૯૫/-નો જથ્થો તથા આરોપી પાસેથી મળેલ મોબાઇલ કિંમત રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૮૪,૫૯૫/-ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળેલ ઇસમ મહેશભાઇ ઉર્ફે ભુયો કુવરજીભાઇ વસાવા રહે-ખરેઠા નિશાળ ફળીયું તા.નેત્રંગ જિ.ભરૂચનાને ઝડપી લઇને દારૂનો જથ્થો મોકલનાર આરોપી પહીયાભાઇ (જેનું પુરૂ નામઠામ જણાઇ આવેલ નથી) તથા મુદ્દામાલ આપી જનાર આરોપી ભુપેન્દ્રભાઇ રમેશભાઇ ધીવાલા રહે.ભરૂચ (જેનુ પુરૂ સરનામું જણાઇ આવેલ નથી)ને વોન્ટેડ જાહેર કરી તેમની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
