ભરૂચ,
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, વન વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે કરવામાં આવી હતી. ભરૂચ DLSA ના પૂર્ણકાલિન સચિવ પી.પી.મોકાશી, CWC ચેરમેન પીનાકીન કંસારા, RFO દિવ્યા ચૌધરી સહિતની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બાળકોના સથવારે પંચવટી વૃક્ષોનું રોપણ કરાયું હતું. સાથે શ્રદ્ધાબેન બીનીવાલે, ઋતુભરાબેન ચાઉ, ઇન્ચાર્જ DCPO સુનિલ વસાવા, નરેન્દ્ર વસાવા, વન વિભાગની ટીમ, સ્ટાફ અને બાળકોએ એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરી તેના સંરક્ષણ અને જતનના શપથ પણ લીધા હતા. ચિલ્ડ્રન હોમના બાળકોએ વાવેલા વૃક્ષોનું જતન કરવાની દરકાર તેમના દ્વારા ખુશી ખુશી લેવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
