અંકલેશ્વર, ભરૂચ
અનુસાર, વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે જીઆઇડીસી પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા લોખંડના એંગલ દૂર કરવામાં આવતા ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો સરળતાથી જીઆઇડીસી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર જાહેર હોસ્પિટલ તેમજ અનેક શાળાઓ આવેલી છે. હાલમાં શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ સાયકલ અને મોટરસાયકલ દ્વારા રોજ અવરજવર કરી રહ્યા છે. આવા સમયે ભારે વાહનોની અવરજવર અકસ્માતના જોખમને વધારી રહી છે.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વધુમાં, કાપોદ્રા પાટિયા ખાતે ટ્રાફિક પોલીસનો પોઇન્ટ હોવા છતાં ટ્રક અને ટેન્કરો જીઆઇડીસીમાં પ્રવેશ કેવી રીતે કરી રહ્યા છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક નાગરિકો અને વાલીઓએ ટ્રાફિક પોલીસ તથા સંબંધિત તંત્રને તાત્કાલિક પગલાં લેવા, ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવા અને વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
