જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી : પાંજરાપોળમાં ગૌ-સેવા કરી અર્પણ કર્યા રૂ.૧ લાખ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્ણ અને સેવાકીય કાર્યો સાથે કરી હતી. આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે આવીને ગૌ-પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી.

​ગૌ-સેવાનો સંકલ્પ અને આર્થિક સહયોગ

પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહજી રણાએ ભરૂચ પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગૌ-માતાઓની સેવા અને નિભાવ માટે રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ રૂપિયા)નો અનુદાન ચેક સંસ્થાના ટ્રસ્ટીઓને સુપ્રત કર્યો હતો. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ નગરપાલિકાના સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!