ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું : ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરીકોને આશરો આપતા પહેલા પોલીસને જાણ કરવી ફરજિયાત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ગુરૂવાર – આમુખ-(ર) ના પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચનાં પત્ર અન્વયે હાલનાં પ્રર્વતમાન સંજોગો તથા ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અને ભૂતકાળમાં બનેલ બનાવો તેમજ વિદેશી નાગરીકો દ્વારા કરેલ ગેરકાયદેસરની પ્રવૃતિઓ તેમજ ભુતકાળમાં બનેલ બનાવો ધ્યાને લેતા તેમજ અનુભવે જણાય છે કે, વિદેશથી આવતા નાગરીકોની માહિતી આપતું જાહેરનામું પ્રસિધ્ધ કરવું ખુબજ જરૂરી છે. વિદેશથી આવતા આવા નાગરીકો કોઈના મકાન ભાડે રાખીને રહેતા હોય છે તથા હોટેલ, લોજ, બોડીંગ વિગેરે જગ્યાનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી વિદેશી નાગરીકોને ભાડેથી મકાન હોટેલ, લોજ,બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર નિયંત્રણો મુકવાનું અને જાહેર સલામતી અને સુરક્ષા માટે આવી પ્રવૃતિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત માટે જરૂરી જણાય છે.

-:હુકમ:-

ઇ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબની સુચનાની અમલવારી કરવા હુકમ કરુ છું.

૧. ભરૂચ જિલ્લા વિસ્તારનાં મકાન, હોટેલ, લોજ, બોડીંગ, ગેસ્ટ હાઉસ વિગેરે મિલકતો વિદેશી નાગરીકોને ભાડેથી આપતા માલિકો કોઈપણ વિદેશી વ્યક્તિને ભાડે આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચની કચેરી એલ.આઈ.બી.શાખા ખાતે ફોરેનર્સ બ્રાંચમાં તેમજ સબંધિત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે તેમજ નીચે જણાવેલ શરતો સિવાય કોઈપણ વિદેશી વ્યક્તિને હોટેલ, લોજ, બોડીંગ વિગેરે મિલક્ત માલિકો ભાડે આપી શકશે નહી.

૨. હોટેલ, લોજ, બોડીંગમાં વિદેશી નાગરીક આવે ત્યારે તેના પાસપોર્ટ, વિઝા અને ભારતમાં આવ્યા અંગેની વિગતો સહિતની કોપી લેવી અને રેકર્ડમાં રાખવી.

3. વિદેશી નાગરીકનાં પાસપોર્ટ, વિઝા અને ભારતમાના સરનામા અને વિદેશી નાગરીક તરીકે નોંધણી કરાવેલ હોય તો રેસીડેન્સીયુલ પરમીટની કોપી મેળવવી અને રેકોર્ડમાં રાખવી.

૪. વિદેશી નાગરીકોને લગતા સી-ફોર્મ નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ રજીસ્ટ્રેશન રૂલ્સ સને ૧૯૩૯ મુજબના નમુના મુજબ ફોર્મ પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચની એલ.આઈ.બી.શાખા ખાતે ફોરેનર્સ બ્રાંચમાં ૨૪-કલાકમાં રીપોર્ટ સહિત રજુ કરવાના રહેશે.

૫. અજાણ્યા વિદેશી નાગરીકોને હોટેલ, લોજ,બૉડીંગ કે મકાનો ભાડેથી આપવા નહી.

૬. વિદેશી વિઝીટરનું બુકીંગ કરાવનારના નામ, સરનામાં,ટેલીકોન સહિતના નકકર પુરાવા મેળવી રેકર્ડમાં રાખવાના રહેશે.

૭. ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરીક કઈ જગ્યાએ કયા કામ માટે કોને-કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી અને રેકર્ડમાં રાખવી.

૮. કોઈપણ વિદેશી મુસાફરની શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક સંબધીત પોલીસ સ્ટેશન ને જાણ કરવી.

૯. હોટેલ, લોજ, બોડીંગમાં સી.સી.ટી.વી.કેમેરાની વ્યવસ્થા રાખવી અને સી.સી.ટી.વી. રેકોડીંગના બેકઅપને ત્રણ માસ સુધી રાખવાનું રહેશે.

૧૦. હોટેલ, લોજ, બોડીંગ, ગેસ્ટ હાઉસ, ધર્મ શાળામાં રોકાણ માટે આવતા વિદેશી નાગરીકો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. જો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્ટરમાં નોંધ કરવાની રેહશે..

૧૧. વિદેશી નાગરીકોના મોબાઈલ નંબર રજીસ્ટરમાં નોંધવાના રહેશે.

શિક્ષા :-

આ હુકમનો ભંગ કરનાર વ્યકિતને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ ગુનાને પાત્ર થશે. તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!