બોડેલી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગ ની ટીમ અચાનક બે ગાડીઓ લઈ બોડેલી ખાતેથી ઓરસંગ નદીના પટમાં ઉતરતા ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ખડભળાટ મચી ગયો હતો. ગેરકાયદેસર ખનન કરનારાઓ ખનીજ વિભાગની ગાડીઓ પાછળ લોકેશન આપવા માટે દોઢધામ મચી જવા પામી હતી.
ખનીજ વિભાગના કર્મચારી નિલેશ પટેલ, સચિન ભાઈ પોતાની ટીમ સાથે મેરીયા ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓ દ્વારા રૂટિન લીઝ માપણી ની શરૂઆત કરવામાં આવી હતી. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લીઝ ધારકો દ્વારા કેટલા પ્રમાણમાં ખનન કરવામાં આવ્યું છે તે બાબતની તપાસ અર્થે લીઝોની માપણી કરી હાથ ધરવામાં આવી છે એ વાત સાંભળતા માહોલ શાંત થયો હતો. પરંતુ જે લોકોએ ગેરકાયદેસર ખનન કર્યું છે તેઓ માટે ખૂબ જ ચિંતા નો વિષય બન્યો હતો. ગેરકાયદેસર ખનન કરતા લોકો મૂંઝવણમાં આવી ગયા કે આવે તેમને શું થશે ? હવે જોવું એ રહ્યું કે ખનીજ વિભાગની આ કામગીરી બાદ કઈ કઈ લીજમાં કેટલું કેટલું દંડ આપવામાં આવે છે એ તો આવનારો સમય બતાવશે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર
