ભરૂચ રેલવે સ્ટેશન પર આધેડે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું, ઘટનાથી ચકચાર : વીડિયો વાયરલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

ભરૂચ રેલવે સ્ટેશન પર આજે 7 ના સુમારે એક આદેઢ વ્યક્તિએ ટ્રેન નીચે આવી જતા જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે એક આધેડ વ્યક્તિએ અગમ્ય કારણોસર અચાનક પાટા પર માથું મૂકી દીધું હતું. ટ્રેન તેના પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાના પગલે સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રેન પસાર થયા બાદ મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ રેલવે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!