ભરૂચ,
• જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોની હાજરી અંગે મળતી બાતમીના આધારે પોલીસ દ્વારા મેગા સર્ચ
• 50થી વધુ પોલીસ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાતના કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરાયું
• શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી સાથે ભાડાના મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી
ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોની હાજરી અંગે મળતી માહિતીના આધારે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા એસઓજી (SOG) તથા સ્થાનિક પોલીસની ટીમોએ જિલ્લાના વિવિધ મહત્વના વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ અને તપાસ શરૂ કરી છે. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, ભાડાના મકાનો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુધીમાં કોઈ સત્તાવાર ધરપકડ અથવા કાર્યવાહી અંગે પોલીસ તરફથી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર મામલે પોલીસના અધિકૃત નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.
ધ news