ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે દરોડા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર, સુરત અને રાજકોટ સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન • અંકલેશ્વર GIDC ની વંદના કેમિકલ કંપનીમાં ED નું સર્ચ ઓપરેશન • PMLA હેઠળ નોંધાયેલા કેસમાં કાર્યવાહી હાથ ધરાઈ • શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંપત્તિની તપાસ શરૂ • મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કરાયાની માહિતી • EDની કાર્યવાહીને પગલે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ.

સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઇડીના મહારાષ્ટ્ર, ગુજરાતમાં 20 સ્થળે દરોડા..ગુજરાતમાં સુરત, રાજકોટ અને અંકલેશ્વરમાં મંગળવારે 20 સ્થળે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા.

ડોલા ઉર્ફે સલીમ ઇસ્માઇલ ડોલા વૈશ્ર્વિક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો નિકટવર્તી સાગરીત છે અને એન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા તેના પર ટ્રાન્સ-નેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

દરમિયાન તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ડોલાએ એવું નેટવર્ક બનાવ્યું હતું કે તેને મેફેડ્રોન કિંગ તરીકે ઓળખાવવામાં આવતો હતો. ડોલાએ તુર્કીમાં હમઝા અને અબ્દુલ નામ ધારણ કર્યું હતું. તે તુર્કીમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા અમુક સ્થાવર મિલકતો ખરીદી કરવાના ચક્કરમાં હતો. ડોલાના પુત્ર તાહિર અને અન્ય સાગરીતોની 2025માં યુએઇથી પ્રત્યર્પણ બાદ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!