બોડેલી, છોટાઉદેપુર
બોડેલી પંથકમાં મધ્ય રાત્રિએ ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ધરતીપુત્રોનાં ઉભા કેળનાં પાકને ભારે નુક્સાન થવાથી ખેડૂતોને રોવાનું વારો આવ્યો છે.
ગત મધ્યરાત્રીએ ભારે પવન સાથે આવેલા વરસાદને લઈ વૃક્ષો ધરાશાય થવાના તેમજ વીજવાયારે તૂટી જવાનાં કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર થઈ છે તો બીજી તરફ ધરતીપુત્રોના ખેતરોમાં ઊભા સંપૂર્ણપણે તૈયાર થયેલા કેળના પાકને પણ મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે.
બોડેલી પંથકનાં જબુગામ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ હાલ ખેડૂતોના ખેતરોમાં કેળાનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે ને હવે કેળાનું કટીંગ કરવાનું વારો આવ્યો છે તે વખતે જ ગત મધ રાત્રિનાં સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવી વાવાઝોડા સાથે વરસાદ ને કારણે સંપૂર્ણ તૈયાર થઈ ગયેલા કેળાના લુમ સાથેનાં કેળના ઠળિયા આડા પડી જતા ખેડૂતોને ભારે નુકસાન થતા રોવાનું વારો આવ્યો હોય ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : બિલાલ ખત્રી, પાવી જેતપુર – છોટાઉદેપુર
