ભરૂચ,
ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, ગાંધીનગર) દ્વારા જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) અંતર્ગત કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નાગરિકોને કુદરતી આપત્તિઓ સામે સમયસર એલર્ટ મેળવવા માટે “સચેત (SACHET)” મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે.
સચેત (SACHET)’ એપ્લિકેશન એક પ્રારંભિક ચેતવણી પ્રણાલી (Early Warning System) તરીકે કામ કરે છે, જે નાગરિકોને આપત્તિ સમયે જાગૃત અને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે. ‘સચેત (SACHET)’ એપ્લિકેશનથી ભારે વરસાદ, વાવાઝોડું, પૂર, ભૂકંપ અને ગરમીની લહેર (હીટ વેવ) વગેરે આપત્તિની સમયસર ચેતવણી સીધી મોબાઇલ પર મળી રહેશે. યુઝરના વર્તમાન લોકેશન (સ્થાન) ના આધારે ચોક્કસ અને સ્થાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે. વિવિધ આપત્તિઓ સામે કેવી રીતે બચાવ કરવો અને કયા પગલાં લેવા તે અંગેનું વિગતવાર માર્ગદર્શન ઉપલબ્ધ છે. નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી મહત્વપૂર્ણ સૂચનાઓ આ એપ પર જોઈ શકાશે.
નાગરિકો પોતાના એન્ડ્રોઇડ અથવા એપલ સ્માર્ટફોન પર Google Play Store અથવા Apple App Store માં જઈને “SACHET” સર્ચ કરીને આ એપ વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત આપેલા સત્તાવાર ક્યુઆર કોડ (QR Code) ને સ્કેન કરીને પણ એપ સીધી ઇન્સ્ટોલ કરી શકાશે.
આપત્તિના સમયે નાગરિકોની ત્વરિત સહાય માટે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ટોલ ફ્રી નંબર (આપત્તિ સમયે સહાય માટે): 1077 અને ભરૂચ જિલ્લા આપત્તિ સમય માટેનો ફોન નંબર: 02642 242 300 અને 02642 240 599 છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)