ભરૂચ: મોટા ડભોઇયાવાડ વિસ્તારમાં તલવાર સાથે લોકોમાં ભય ફેલાવનાર આરોપીની ધરપકડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

• વીડિયો થયો હતો વાયરલ

ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં તલવાર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30 મે 2026ની રાત્રે મોટા ડભોયાવાડ વિસ્તારમાં અંદરોઅંદર ઝઘડાની ઘટના બની હતી. દરમિયાન મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહંમદહુસેન મિયાએહમદ પટવા પોતાના ઘરેથી તલવાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો.આરોપીએ જાહેરમાં તલવાર લહેરાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મોહંમદહુસેન મિયાએહમદ પટવાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જાહેર શાંતિ ભંગ કરનાર અને કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!