પરીએજ, ભરૂચ
ગયા વર્ષે યોજાયેલ પરીએજ પ્રીમિયર લીગની અપાર સફળતા બાદ ગઈકાલે તારીખ ૩૧.૦૫.૨૦૨૬ ના રોજ ભરૂચ જિલ્લાના પરીએજ ગામ ખાતે પરીએજ પ્રીમિયર લીગ-2 (PPL-2) નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં પરીએજ ગામના અનેક નવયુવાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગામના પ્રતિભાશાળી અને રમતગમતમાં રસ ધરાવતા યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તેમજ તેઓ આગળ વધે તે હેતુથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. પાન ગુજરાત ના મેનેજિંગ ડિરેક્ટર સરફરાઝભાઈ પટેલ અને અલ્તાફ ચટાક, પરીએજ ના માર્ગદર્શન અને સહયોગથી આ લીગની શરૂઆત કરવામાં આવી છે, જેથી ગામના યુવાનોને પોતાની ક્રિકેટ પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ મંચ મળી રહે.
ઉદ્ઘાટન સમારોહ ની પ્રથમ મેચમાં પરીએજ ટાઇટન અને પરીએજ આર્મી વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. ટોસ જીતીને પરીએજ ટાઇટને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારિત ઓવરોમાં 149 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો.
149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પરીએજ આર્મીની ટીમ 112 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે પરીએજ ટાઇટને 37 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
મેચમાં શાનદાર પ્રદર્શન બદલ મિન્હાઝ ગોપી ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ લીગના પ્રારંભ સાથે ગામના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી મેચો માટે ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
