ભરૂચ,
બકરી ઈદના તહેવારને અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રિતમ પાર્ક સોસાયટીની પાછળ, હનુમાનજી મંદિરની ડેરી પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. અસ્ફાક મજીદ પઠાણ (ઉ.વ.૩૮, રહે. જલાલપુરા), સોએબ દાઉદ ખીલજી (ઉ.વ.૪૨, રહે. ફીરદોશનગર), મોહસીન ઈકબાલ પટેલ (ઉ.વ.૪૪, રહે. ઇસ્માઈલ નગર), ઈરફાન ઉર્ફે પાદેલી યુસુફ પઠાણ (ઉ.વ.૩૫, રહે. જલાલપુરા) ની અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલ તમામ વ્યવસાએ ડ્રાઈવિંગ સાથે સંકળાયેલા છે.તો પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા અન્ય ૪ આરોપીઓ મિન્હાજ ઉર્ફે ઉલ્લો મેહમુદભાઈ શેખ,સાજીદ ઉર્ફે પોચો સલીમ ચોકસી, આસિફ ઉર્ફે રત્લામી અબ્દુલ કરીમ પઠાણ અને ફરીદખા અલ્લારખા પઠાણને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા ૧૦,૫૦૦ અને મોબાઈલ ફોન ૫ નંગ જેની કિંમત ૨૧,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૩૧,૫૦૦નો ઝડપી પાડ્યો હતો.
કામગીરી કરનાર ટીમ વડોદરા વિભાગના આઈ.જી સંદિપસિંહ અને ભરૂચ એસ.પી અક્ષયરાજ મકવાણાની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડૉ.એ.જે.સિસારા અને પી.આઈ. પી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કે.બી.રાઠવા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ, અ.પો.કો ઉમંગભાઈ (બાતમીદાર) તથા પોલીસ સ્ટાફે આ સફળ કામગીરી પાર પાડી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
