અંકલેશ્વર: સબજેલમાં દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

અંકલેશ્વર: સબજેલમાં દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

અંક્લેશ્વરની સબજેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલ આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીએ જેલની અંદર જ એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 4 દિવસ પહેલાં બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરની સબજેલમાં રહેલાં અને એસિડ પી લીધા બાદ આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીને તાત્કાલિક અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અલ્કેશ સામેનો દુષ્કર્મ અને પોક્સો એક્ટનો કેસ હાલ કોર્ટમાં અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ટૂંક સમયમાં જ ચુકાદો આવવાની શક્યતા હોવાથી કાયદાના ડર અને સજાની બીકે આરોપીએ આ જેલની અંદર જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!