આઈ.ટી.આઈ. ઝઘડીયામાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ઝઘડીયા, ભરૂચ

ભરૂચ – બુધવાર – પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૬ માં આઈ.ટી.આઈ ઝઘડીયા ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ફીટર, વાયરમેન, ઇલેકટ્રીશીયન, વેલ્ડર અને કોપા જેવા ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોઈ જેથી ઉમેદવાર દ્વારા રજીસ્ટ્રેશન, ફોટો અપલોડ, રૂપિયા ૫૦/- રજિસ્ટ્રેશન ફી, મોક રાઉન્ડ, ચોઈસ ફીલીંગ, ફાઈનલ રાઉન્ડ ચોઈસ ફીલીંગ, પ્રોવિઝનલ એડમિશન ની તમામ કામગીરી ઘરે બેઠા ઈન્ટરનેટના માધ્યમથી આઈ.ટી.આઈ. એડિમશન https://itiadmission gujarat.gov.in પર કરી શકાશે.

ફોર્મ ભર્યા બાદ કન્ફર્મેશન કરાવવા માટે જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે નજીકની આઈ.ટી.આઈનો સંપર્ક કરવો. ફોર્મ ભરવાની અને સબમિટ કરાવવાની હોય, પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ. ઝઘડીયા રૂબરૂ હાજર રહી પ્રવેશ ફોર્મ ભરાવી શકશે. જે પ્રવેશફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે. ઉપરાંત પ્રવેશફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરીને પણ ભરી શકાશે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી/ગ્રાન્ટ ઈન એઈડ/સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તેમ આચાર્ય વર્ગ-૨, ઔ.તા.સંસ્થા, ઝઘડીયા, જી-ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!