અંકલેશ્વર, ભરૂચ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની પેટ્રોલિંગ હતી તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તાર આવેલ સોનમપાર્ક સોસાયટી માં ભાડે રહેતા ગૌરવકુમાર પ્રદીપભાઇ જીતનકુમાર મંડલ, ઉંમર ૨૦ વર્ષ, હાલ રહે મકાન નં. ૧૬૮, સોનલ પાર્ક સોસાયટી, સારંગપુર, તા. અંકલેશ્વર, જી. ભરૂચ અને મૂળ રહે વોર્ડ નંબર-૧૨, પુરાની સરાય ભુવાલપુર, થાણા- નાથનગર, પોસ્ટ- ચંપાનગર, જી. ભાગલપુર (બિહાર), સીકંદરકુમાર S/O પ્રેમલાલ મહુ મંડલ, હાલ રહે સોનલ પાર્ક સોસાયટી, સારંગપુર, તા. અંકલેશ્વર, જી. ભરૂચ અને મૂળ રહે મમલખા, પોસ્ટ- સબોર, થાણા- સબોર, જી. ભાગલપુર (બિહાર) તથા શિવમ સિંહ S/O રવીકાંત સિંહ, ઉંમર ૨૧ વર્ષ, હાલ રહે લેક વિલા સોસાયટી, મકાન નં. ૧૧૯, જીતાલી, તા. અંકલેશ્વર, જી. ભરૂચ અને મૂળ રહે મેનાજાતર, થાણા- ચંદ્રદીપ, તા. સેવે, જી. જામુઇ (બિહાર) એઓએ નહી પકડાયેલ આરોપી પ્રભુ મંડલ રહે લક્ષ્મણનગર, સારંગપુર, તા. અંકલેશ્વર, જી. ભરૂચ પાસેથી દેશી તમંચો અગ્નિશસ્ત્ર લાયસન્સ વગર મેળવી પોતાના રૂમમાં રાખ્યો હતો અને તેમની પાસેથી દેશી તમંચો નંગ ૦૧ કિંમત રૂ. ૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કિંમત રૂ. ૨૦,૫૦૦/- મળી કુલ રૂ. ૨૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, તેઓ મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યો હોવાનું બહાર આવેલ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ 3 એ આરોપી ને ઝડપી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ને સોંપી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
