આગામી વરસાદી સિઝન પૂર્વે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : GSDMA ગાંધીનગર દ્વારા ફાળવાયેલી રબર બોટનું નર્મદા નદીમાં સફળ ટેસ્ટિંગ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

• પૂર અથવા જળ સંબંધિત આપત્તિના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે આ બોટ ઉપયોગી સાબિત થશે

નર્મદા જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, નદી-તળાવો અને ડુંગરાળ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આગામી ચોમાસા દરમ્યાન સંભવિત આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ગંગા સિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગર દ્વારા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC)ને એક રબર બોટ ફાળવવામાં આવી છે. જેનું સફળ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ટેસ્ટિંગ દરમ્યાન બોટની તકનિકી કામગીરી, એન્જિનની સ્થિતિ, પાણીમાં સંચાલન ક્ષમતા, સુરક્ષા સાધનો તથા આપત્તિ સમયે ઉપયોગી બની શકે તેવી તમામ બાબતોની ખાતરી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બોટ સંપૂર્ણ કાર્યરત હાલતમાં હોવાનું નિર્ધારિત થયું હતું. જરૂરિયાત સમયે બચાવ તથા રાહત કામગીરી માટે તેનો અસરકારક ઉપયોગ કરી શકાય તેવી સજ્જતા હોવાનું જાણવા મળ્યું હતું.

નર્મદા જિલ્લો ડેમ વિસ્તાર, નદીકાંઠા, જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામો ધરાવતો હોવાથી ભારે વરસાદ દરમ્યાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા, સંપર્ક વિહોણા થવા અથવા લોકો ફસાઈ જવાની સ્થિતિ સર્જાતી રહે છે. આવી પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરવા માટે રબર બોટ મહત્વપૂર્ણ સાધન તરીકે કાર્ય કરે છે.ખાસ કરીને પૂર, અચાનક વધતા પાણીના પ્રવાહ અથવા ગામોમાં પહોંચવામાં મુશ્કેલી સર્જાય ત્યારે બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક રીતે કરી શકાય છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વિવિધ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.જેમાં બચાવ સાધનોની ચકાસણી, કંટ્રોલ રૂમ સજ્જતા, તાલીમ કાર્યક્રમો, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરિયાત સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટેની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!