ભરૂચ,
ભરૂચના વોર્ડ નંબર 8 ખાતે આવેલ આલી કાછીયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ થોડાક જ દિવસોમાં ફરીથી રોડ ઉખાડીને કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. નવી બનાવવામાં આવેલી બ્લોક રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશો સાથે સ્થાનિક કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે પણ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતા જ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી અટકેલી ગટરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી.
આ બાબતે કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે. સાથે જ તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ ઉઠાવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
