માન. રાજ્યપાલશ્રીની આગામી મુલાકાત સંદર્ભે નવા કાંસિયા ગ્રામ પંચાયત ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

• ગ્રામજનોને ઘરઆંગણે જ મળી નિઃશુલ્ક તબીબી તપાસ, સારવાર અને દવાઓ

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીની ભરૂચ જિલ્લાના નવા કાંસિયા ગામની આગામી ગરિમાપૂર્ણ મુલાકાતને ધ્યાને રાખીને, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે નવા કાંસિયા ગ્રામ પંચાયત ખાતે મેગા હેલ્થ એન્ડ મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપાલશ્રીની મુલાકાત પૂર્વે ગામના પ્રત્યેક નાગરિકને પાયાની અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ ઘરઆંગણે પૂરી પાડી ડિજિટલ હેલ્થ કાર્ડ સહિતની સુવિધાઓથી સંતૃપ્ત કરવાનો છે.

આ મેગા મેડિકલ કેમ્પમાં જિલ્લાના સ્ત્રી રોગ નિષ્ણાત, પીડિયાટ્રિશિયન બાળ રોગ નિષ્ણાત, આંખ અને દાંતના તબીબો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા ગ્રામજનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન તમામ દર્દીઓને જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુ ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલશ્રીની ઉચ્ચસ્તરીય મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ વહીવટી અધિકારીઓએ કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ગામમાં આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારી આદર્શ સ્તરે પહોંચે તે માટે સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ કેમ્પમાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પદાધિકારીઓ, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!