ભરૂચ ગ્રામ્યમાં જન ભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે અભિયાન યોજાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

જંબુસર, ભરૂચ,

• ભરૂચ ગ્રામ્યના જંબુસર તાલુકાના કોટેશ્વર અને અમલેશ્ર્વર ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓ લાભાન્વિત

કેન્દ્ર સરકારના જન જાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત દેશ અને રાજ્ય સહિત ભરૂચ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી અને આદિમજૂથ સમુદાયોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિશેષ સેવા કેમ્પો યોજાઈ રહ્યા છે.

જન ભાગીદારી અભિયાન-સબસે દૂર, સબસે પાસ અભિયાન હેઠળ ભરૂચ ગ્રામ્યના જંબુસર તાલુકાના કોટેશ્વર અને અમલેશ્ર્વર ગામ ખાતે વિશેષ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પી.એમ કિશાન સન્માન નિધિ યોજના, સિકલ સેલ ટેસ્ટિંગ, રેશનકાર્ડ, પેન્શન યોજના કે.વાય.સી., અને જાતિના દાખલા મળી લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ સાથે અન્ય સરકારી યોજનાઓ અંગે જે તે વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને વિસ્તૃત સમજણ આપી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી મહત્તમ લાભો પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કેમ્પ દરમિયાન ગામમાં જન જાગૃતિ રેલી અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ યોજનાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!