રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મેમ્બર પ્રિયાંક કાનુનગોની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે મળી સમીક્ષા બેઠક

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના મેમ્બર પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમિક્ષા બેઠક દરમ્યાન વિવિધ વિભાગોએ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિભાગનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

સમીક્ષા દરમિયાન NHRCના મેમ્બર પ્રિયાંક કાનુનગોએ જિલ્લામાં અમલમાં રહેલી ચાઈલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, રાઈટ ટુ ચિલ્ડ્રન અંતર્ગત આંગણવાડી સેવાઓ, ન્યુટ્રિશન અને પોષણ સંગમ, પૂર્ણા શક્તિ યોજના,પી.એમ.પોષણ યોજના સાથે જિલ્લાની શાળાઓની સ્થિતિ તેમાં મળતી સુવિધાઓ અને શિક્ષણને લગતી વિવિધ યોજનાની વિગતો ચકાસી હતી.

આરોગ્ય વિભાગની આરબીએસકે યોજનાનો પ્રોગ્રેસ રિપોર્ટ અને ડિસેબલીટી માટે સરકારી પ્રમાણપત્રની કામગીરીની નોંધ લઈ જરૂરી સૂચન આપ્યા હતા. જુવેનાઈલ ડાયાબિટીશની કામગીરી અને આયુષ્માન વયવંદના કાર્ડના સૈચ્યુરેશન બાબતે તેમણે વહીવટીતંત્રની સરાહના કરી હતી.ડીસ્ટ્રીક્ટ સોશિયલ ડીફેન્સ અંર્તગત નિરામય કાર્ડ અને દીવ્યાંગજન યોજના અને ડીસેબિલિટીને લગતી યોજનાઓની સમિક્ષા કરી હતી.

સાથોસાથ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ, ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઈલ્ડ વેલફેર કમિટી, સ્ટેટ સ્પોન્સરશિપ સ્કીમ, પાલક માતા-પિતા યોજના, શેરો પોઝિટિવ ઇલનેસ સ્કીમ, મુખ્યમંત્રી બાલ સેવા યોજના, પીએમ કેર્સ ફોર ચીલ્ડરન યોજના તથા ચાઈલ્ડ હેલ્પલાઇન સહિતની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગની નારી સંરક્ષણ કેન્દ્ર અને સખી વન સ્ટોપ કેન્દ્રની કામગીરીની વિસ્તૃત માહિતિ તેમણે મેળવી હતી.જીલ્લામાં પોસ્કોના કેસ પિડીતાની અને નારી સંરક્ષણ કેન્દ્રમાં સ્ત્રીઓની દેખભાળ સાથે મેડીકલ સુવિધા, કાઉન્સેલીગને લઈને ખાસ તકેદારી લેવા જણાવ્યું હતું.

તદુપરાંત, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન, નગરપાલિકા અંર્તગત નમસ્તે સ્કિમ, સુવેજ ટ્રિટમેન્ટ, ડોર ટુ ડોર ગારબેઝ કલેક્શન અને સેગ્રિગેશન, રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ, વરિષ્ઠ નાગરિક અધિકાર યોજનાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ, પીએમ સ્વનિધિ કાર્યક્રમ તેમજ સ્પોર્ટ્સ એન્ડ હ્યુમન રાઇટ્સ સંબંધિત યોજનાઓ અને પોલીસની કામગીરી, અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

NHRCના મેમ્બર પ્રિયાંક કાનુનગોએ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી તેમની કચેરી હેઠળ અમલમાં રહેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી જરૂરી ઉદાહરણ સાથે રચનાત્મક માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતાં. સરકારની ગાઈડલાઈન અને નવા રૂલ્સને ફોલો કરીને યોજનાઓનું અમલીકરણ કરવા જણાવ્યું હતું.

માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષાના પ્રસંગે NHRC ના મેમ્બર પ્રિયાંક કાનુનગોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પરના જે ડેટા પર એસેસમેન્ટ (અવલોકન) કરવામાં આવ્યું છે જે માનવ અધિકાર સંરક્ષણના દ્રષ્ટિકોણથી સંતોષકારક છે.ભરૂચ જિલ્લામાં નિરામય કાર્ડ અને પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ ૧૦૦ ટકા ના લક્ષ્યાંક સામે ૧૦૭ ટકાની સિદ્ધિ હાંસલ કરીને જિલ્લાએ ખૂબ સારી કામગીરી કરી છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ડીસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પી.પી.મોકાસી,પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિત વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!