આમોદ તાલુકામાં બે માસૂમ બાળકોને શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કર્યા : રખડતા શ્વાનોથી બાળકો સહિત વાલીઓમાં ફફડાટ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

આમોદ તાલુકામાં બે ગામમાં બે માસૂમ બાળકોને શ્વાન કરડવાના બનાવો બનતા બાળકો સહિત વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર સામે લોકો ફિટકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

આમોદ તાલુકાના ભીમપુરા તેમજ કાંકરિયા ગામમાં એક એક બાળકને રખડતા શ્વાનોએ માસૂમ બાળકોને શિકાર બનાવી લોહીલુહાણ કરી દીધા હતા. જેથી તેમના માતાપિતા દ્વારા બંને ઇજાગ્રસ્ત બાળકોને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સહિત તાલુકામાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં વધારો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. જેથી સ્થાનિક લોકોએ તંત્ર પાસે રખડતા શ્વાનોને પકડવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!