આરટીઇ અંતર્ગત શાળાઓમાં બાળકો પાસેથી ફી વસુલનાર શાળા સામે લેવામાં આવશે પગલાં

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસુલનાર શાળા સામે ડી.ઇ.ઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે.

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર.ટી.ઇ.અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીક શાળાઓમાં એફ.આર.સી.માં મંજુર થયેલ સિવાય અન્ય બહાના હેઠળ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોઈ છે. આ સરકારના નિયમની વિરુદ્ધ છે આરટીઇ અંતત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો આવી શાળાઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે એફ.આર.સી.માં મંજુર થયેલ ફી સિવાયની ફી આપવાની વાલીઓ બંધાયેલા નથી. જો કે શાળા વાલીઓની સહમતી લીધા વિના ફી માંગી શકશે નહિં.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!