વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરુચ,

ભરૂચ જિલ્લામાં જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ થાય તે હેતુસર વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની સૂચના અનુસાર GSRTC દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ GIDC વિસ્તાર માટે નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસટી વિભાગના નિયામક અધિકારી સંજય જોશી અને એસોસિએશનના સેક્રેટરી હરેશ જોશીની હાજરીમાં બસને ફ્લેગ ઓફ અપાયું હતું.

નવી બસ સેવા ભરૂચ એસટી ડેપોથી દેરોલ ચોકડી, વિલાયત ચોકડી, ગ્રાસીમ સેલ્યુલર ચોકડી, વિલાયત ગામ, ભેરસમ ગામ, સાયખા એમ.આર., સાયખા કેમિકલ એસ્ટેટ અને સાયખા ટેક્સટાઇલ સુધી શરૂ કરવામાં આવી છે, જેનો લાભ કર્મચારીઓ, વેન્ડરો, કોન્ટ્રાક્ટરો અને સામાન્ય પ્રજાને મળશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!