બોડેલી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાની હદમાં અલીપુરાથી હાલોલ રોડ પર આવેલ જલારામ મંદિર સંસ્થાનાં કેમ્પસમાં આવેલ શૌચાલય પર બોડેલીનાં અણઘડ વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવેલી તકતી ચર્ચામાં આવી છે. આ તકતી પર જણાવ્યા મુજબ આ શૌચાલયનું નિર્માણ 15 મું નાણાં પંચ અને 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ 2020-21”ના અંતર્ગત કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ આ જલારામ મંદિર કેમ્પસમાં આવેલ આ શૌચાલયનું નિર્માણ લોહાણા સમાજ ટ્રસ્ટ દ્વારા દાતાઓ દ્વારા મળેલ દાનમાં આવેલ ફંડમાંથી આ સંસ્થામાં આવતા ભક્તોની સુવિધા માટે કરવામાં આવ્યુ છે. આ શૌચાલયનું નિર્માણ થયું એ એક ખાનગી મિલકત છે અને આ બોડેલીના વહીવટી તંત્ર દ્વારા આ ખાનગી મિલકતમાં સરકારી ગ્રાન્ટ મેળવવા માટે ખોટી રીતના તકતી મારી ગયેલ વહીવટી તંત્ર આંધળુ નથી તો શુ છે?
આજે એટલે ગુરુવાર ના રોજ સાંજે પાછો વિવાદ વકરતા તકતી ઉખાડી નાખવા માણસો પણ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા ત્યારે આ કોના ઇશારે આ બધું કામ થઇ રહ્યું છે એ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ ખાનગી ટ્રસ્ટની જગ્યા છે ક્યારેય ગ્રામ પંચાયત કે સરકારી ખર્ચે આ શૌચાલય બનેલું નથી, લોહાણા સમાજના દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યું હતું.
આથી સ્પષ્ટ થાય છે કે બોડેલી વહીવટી તંત્ર દ્વારા તપાસ કયૉ વિના જ ખોટી તકતી લગાવીને સરકારનાં ખર્ચનો દાવો કરવામાં આવ્યો છે, જે ઘોર બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારનો દાખલો કહી શકાય !!!
જલારામ મંદિર ના પ્રમુખ દ્વારા હવે આ મામલે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પાસે તપાસની માંગણી કરવામાં આવી છે.. હવે જોવુ રહ્યુ કે કેટલા સમયમાં આની સાચી તપાસ થઈ સાચી વાત શું છે એ બહાર આવે છે!!! બાઈટ : દિલુભાઈ ઠક્કર. પ્રમુખ, બોડેલી લોહાણા સમાજ
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર




