બોડેલી, છોટાઉદેપુર
નેશનલ હાઈવે પર વસેલા જબુગામમાં મહાજન વાડી થી પીપળા વાળા નાળા સુધીનો રોડ જે છેક રજવાડા ના સમયથી આ રોડ અસ્તિત્વમાં છે. આ જુના રોડ અને આરસીસી રોડમાં ગ્રામજનોની જબુગામ ગ્રામપંચાયતમાં છેલ્લા દસ માસની જૂની માંગણીથી તેમજ આસપાસ ના રહીશોની માંગણી, મંજૂરી અને જબુગામ માં પ્રાથમિક શાળાએ જતાં બાળકોના ઉપયોગમાં આવે એવા લોક સુખાકારીના ઉત્તમ આશય સાથે બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ રોડ બાબતે માત્ર એક જ વ્યક્તિ દ્વારા વિરોધ કરીને ટીડીઓ ને કામ બંધ કરવા બાબતની અરજી આપતાં આ રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. જેના પગલે રોડની માંગણી કરતા રહીશોએ બોડેલી ટીડીઓને જાણ કરવા જતા ટીડીઓ દ્વારા કોઈ પ્રતિસાદ ના મળતા ગ્રામજનોએ આ રોડ બાબતે ઉગ્ર રજૂઆત કરતા ટીડીઓ આ વાતનો જવાબ આપ્યા વગર જ ચાલી નીકળ્યા હતા. આ રજવાડાના સમયનો રોડ કોના દબાણથી અટકી રહ્યો છે. કયા વિરોધી તત્વો આ રોડને અટકાવી રહ્યા છે તેમજ શું ગ્રામ પંચાયત કોઈકના દબાણમાં આવી રહી છે. જ્યારે આખા ગામમાં આવા કામ થયા ત્યારે કોઈ સવાલ નથી થયા. ખાનગી માલિકી ની જગ્યાઓ માં RCC કરવામાં આવ્યા ત્યારે સવાલ નથી થયા. કોઈ ધારા ધોરણ વગર ના ખેતરોમાં જવાના રોડ બન્યા ત્યારે વિરોધ નથી થયા ત્યારે આ રોડ બનશે તો આ બાબત ની રોકટોક કરાવવામાં આવશે? આ બાબતની ધાક ધમકી વિરોધી તત્વો દ્વારા આપવામાં આવી આ જનહિત, લોકભોગ્ય, રજવાડા ના સમયથી અસ્તિત્વ માં આવેલ તથા હાલ પણ ગ્રામ પંચાયતમાં ગાડા ચીલા તરીકે ઓળખાતો આ રસ્તો ક્યાં કારણ ને લઈ ને અટક્યો? કે પછી પંચાયત પણ આવા વિકાસને અટકાવતા શખ્સોની સામે ઝૂકી ગઈ છે? આવા અનેક સવાલોની રજુઆત TDO ઓ ને કરવા ગયેલા જબુગામ ના રહીશો જેમકે શિલ્પા શાહ, નીરજ પંચોલી વકીલ અને ગ્રામજનો ને TDO દ્વારા ઉડાઉ જવાબ આપતા ગ્રામજનોમાં ચર્ચાનો વિશય બન્યો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, પાવી જેતપુર, છોટાઉદેપુર





