છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ઢગલે બંધ વોશિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવેલ છે જ્યારે વોશિંગ પ્લાન્ટ માંથી રેતી ધોઈ અને જે રગડા વાળું પાણી નીકળે છે તેને કેટલાક પ્લાન્ટ વાળા કોતરોમાં કાઢતા હોય છે તો કેટલાક પ્લાન્ટ વાળા નદીમાં કાઢતા હોય છે તો કેટલાક પ્લાન્ટ વાળા નાળામાં કાઢતા હોય છે જેથી કરીને ત્યાં અવરજવર કરતા તથા ચરવા અર્થે આવતા ઢોરોને નુકસાનની ભીતી જોવા મળી રહી છે. વોશિંગ પ્લાન્ટના રગડા વાળા પાણીના કારણે ઢોરો તથા પશુ પક્ષીઓને નદીમાં પીવાનું પાણી ગંદુ અને રગડા વાળૂ મળતું હોય છે જેથી કરીને તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થતા હોય એવું કહીએ તો ચાલે છતાં પણ તાલુકા કક્ષાના અધિકારી આ વિશે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી આવું કેમ, આટલી રહેમ નજર કેમ ?
વોશિંગ પ્લાન્ટ એટલે માટી વાળી રેતીને ધોઈ અને ચારવાનું કામ કરે તેને વોશિંગ પ્લાન્ટ કહેવામાં આવે છે જ્યારે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી લીઝોમાં સાદી રેતીનું ખનન કરવા માટેની પરમિશન આપવામાં આવતી હોય છે, જ્યારે કાયદાઓનું ઉલ્લંઘન કરી લીઝ ધારકો માટીને પણ ખોદીને વોશિંગ પ્લાન્ટમાં લઈ જતા હોય છે એ કેટલું યોગ્ય? એમ કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા રેતીના વોશિંગ પ્લાન્ટો પર્યાવરણ ને નુકસાન પહોંચાડનાર છે અને સાથે સાથે અબોલા જીવ જેમ કે ગાય ભેંસ બકરી બળદ જેવા અન્ય પ્રાણીઓ ને પણ હાનિ પહોંચાડી શકે એમ છે. આ બાબતે વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી જિલ્લામાં ચાલતા રેતીના વોશિંગ પ્લાન્ટો કાયદાકીય રીતે ચાલે એવી સૂચના આપી કડક કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી રહી છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર





