જેતપુર પાવી, છોટાઉદેપુર
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે-જેતપુર પાવી ટાઉન બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે વસવા કોતરના નાળા પાસે જાહેર રોડ ઉપરથી એક ઈક્કો ગાડીમાંથી બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજો કુલ વજન ૧૭ કિલ્લો ૭૮૭ ગ્રામ કિ.રૂ.૧,૭૭,૮૭૦/- નો જથ્થો ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ.
શ્રી સંદિપસિંઘ‚ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા આઇ.જી. શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક સા.શ્રી, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં નશીલા પદાર્થની બંદી સદંતર નેસ્ત નાબુત થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા જરૂરી આપવામાં આવેલ સુચનાઓ મુજબ એલ.પી. રાણા પોલીસ ઇન્સ્પેક્ટર સા.શ્રી જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓની સુચનાથી પો.સ્ટે વિસ્તારમાં દિવાળીના તહેવારમાં બનતા ગુનાઓ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને ડી-સ્ટાફના અ.હે.કો દસલાભાઈ ભદુડીયાભાઈ બ.નં.૩૫૫ તથા પોલીસ સ્ટાફના સાથે દીવાળી તહેવાર અનુસંધાને જેતપુરપાવી બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુની સામે નાળાની ઉપર જાહેર રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન એક સફેદ કલરની ઈક્કો ગાડી નંબર MP-09-DJ-4657 ની આવતા તેમા ત્રણ ઇસમો બેઠેલ હોય સદર ઇક્કો ગાડીમાં ચેક કરતા વચ્ચેની સીટમા એક લીલા કલરનો ચેનવાળો થેલો તેમજ એક પીળા કલરની મીણીયા થેલીમા માદક પદાર્થ ગાંજો ભરેલ હોય જે ગાંજાનું કુલ વજન ૧૭ કિલો ૭૮૭ ગ્રામ કિ.રૂ.૧,૭૭,૮૭૦/- નો ગે.કા.રીતે રાખી હેરાફેરી કરતા ઉપરોકત મળી આવેલ. ગાંજાનો જથ્થો સેલોટેપ કાપેલા ખાલી પેકેટો નંગ-૩ તથા લીલા કલરનો ચેનવાળો થેલો તથા પીળા કલરની મીણીયા થેલી મળી કુલ કિ.રૂ. ૦૦/૦૦ તથા ઈક્કો ગાડી નંબર MP-09-DJ-4657 જેનો ચેચીસ નંબર MA3JDP08WRAC88992 તથા એંજીન નંબર K12NN4201972 જેની ચાવી સાથે કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૨૦,૫૦૦/- તથા એક પાનકાર્ડની નકલ કિ.રૂ. ૦૦/૦૦ તથા ઈક્કો ગાડી નંબર MP-09-DJ-4657 ની આર.સી.બુક તથા વીમા પોલીસી તથા પીયુસીની નકલ કુલ કિ.રૂ. ૦૦/૦૦ ની મળી કુલ કિ.રૂ.૫,૯૮,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૦(બી) (ii) (b), ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી ઓમાં (૧) કમલ તુક્કારામ પિપલીયા ઉ.વ.૩૪ રહે. અંજડ ગામ મચ્છી માર્કેટ ચમાર મહોલ્લા વોર્ડ નંબર ૮ જી.બડવાની (મધ્યપ્રદેશ), (૨) રાજાભાઈ મુકેશભાઈ બારેલા (ખોટે) ઉ.વ.૨૧ રહે. અંજડ ગામ નવલપુરા મહોલ્લા તા.અંજડ જી.બડવાની (મધ્યપ્રદેશ) (૩) મહેબુબ રજાક મન્સુરી ઉ.વ.૪૩ રહે.અંજડ ગામ મચ્છી માર્કેટ ચમાર મહોલ્લા નંબર વોર્ડ ૦૮ તા.અંજડ જી.બડવાની (મધ્યપ્રદેશ) તથા વોન્ટેડ આરોપીઓમાં ફઝલુ મન્સુરી જેના પુરા નામની ખબર નથી તે રહે.- અંજડ,ગાયબેડા મહોલ્લા તા.અંજડ,જીલ્લો.બડવાની, મધ્યપ્રદેશ રાજ્ય તથાઅબ્દુલ લંગડો જેના પુરા નામની ખબર નથી તે રહે.- વાઘોડીયા ડેપો પાસે તા. વાઘોડીયા, જીલ્લો. વડોદરા આ સમગ્ર કામગીરીમાં પોલીસ અધિકારીઓમાં જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર, કે.કે.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
અ.હે.કો.દશલાભાઈ ભદુડીયાભાઈ બ.નં.૩૫૫, અ.હે.કો કિંદરભાઇ મિઠીયાભાઇ બ.નં.૪૦૦, અ.હે.કો વરશનભાઇ કરણભાઇ બ.નં.૧૨૯, અ.પો.કો.નરેન્દ્રકુમાર લીમસિંગભાઇ બ.નં.૩૬૮, આ.પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.ન.૯૩૦, આ.પો.કો સુનિલભાઇ ઝલુભાઇ બ.ન.૩૧૭, આ.પો.કો. નિર્મલભાઇ નંદુભાઇ બ.નં. ૩૦૨, આ.પો.કો. કનકસિંહ નારણભાઇ બ.નં.૨૬૫, સ.ડ્રા.આ.હે.કો રાજેશભાઇ મનુભાઇ બ.નં.૯૮૨ નાઓ સાથે રહી કામગીરી કરેલ હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી, છોટાઉદેપુર





